Posts

Showing posts from August 3, 2019

ફૂલોને ટેરવે ઉગ્યા છોડ........

Image
ફૂલોને ટેરવે ઉગ્યા છોડ..........   'છોડ માં રણછોડ' નાં ધ્યેય થકી ભારતીય સંસ્કૃતિએ હંમેશા વૃક્ષોનું જતન અને સંવર્ધન કર્યું છે. દેવ સમાન સ્થાન આપીને આપણે વૃક્ષોના મહત્વને સ્વીકાર્યું છે. તાજેતરમાં રાજ્ય સરકારના ચિંતન અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વનીકરણની ઝુંબેશ ચાલુ છે. માથાસુલીયા પ્રાથમિક શાળાએ પણ દરવર્ષની જેમ આ વર્ષે પણ વનીકરણની ઝુંબેશ ઉપાડી છે. શાળાના બાળક દીઠ એક એક રોપા આપવામાં આવ્યા. બાલકોએ હર્ષભેર આ રોપાઓ ઉપાડીને પોતાના ખેતરમાં, ઘરની આસપાસ અને ગામના ચોરે વાવ્યા. બાળકોના હૃદયનું પ્રતિબિંબ એ રોપાઓ ચોક્કસથી ઝીલતા લાગ્યા. ત્યારે લાગ્યું........ " ફૂલોને ટેરવે ઉગ્યા છોડ......લાગ્યા પાંદડે પાંદડે રણછોડ....."