Posts

Showing posts from December 27, 2019

વન ભોજન અને પર્વતારોહણ.....

Image
તા. ૧૯/૧૨/૧૯  ગુરુવાર  પર્વત જોવા કરતા તેની ઉપર આરોહણ કરવું તે અત્યંત આનદદાયી છે. તેના અલ્લડ ગાત્રો, ઉન્નત મસ્તકો સમા શિખરો, તેને ખોળે ફેલાયેલ લીલી વનરાજીની ઠંડક, વહેતા ઝરણાઓનો કલનાદ અને સુકાયેલા ઝરણાઓનો ભવ્ય ઈતિહાસ, પક્ષીઓના પીંછા, કાંકણા અને બોર જેવા મીઠા ફળો, પંખીઓનો ટહુકાર અને વન્ય પશુઓનો અવાજ - આ બધુય તમારી દુનિયાને નવા રંગોથી ભરવા માટે પુરતું છે. તેમાય વિશેષ બાળકો સાથે જ્યારે પર્વતીય સહેલગાહે હોવ અને બાળકો તમારા માર્ગદર્શક બને તે ખુબ જ આશ્ચર્યકારક રહ્યું. પહાડોને સર કરવાનો આનંદ અને લીલી વનરાજીની વચ્ચે રમતોનો આસ્વાદ મનને હજુય ઝંઝોળ્યા કરે છે. પર્વત પર ચડીને હેમખેમ ઉતારવાની કળા બાલમિત્રો સુપેરેજાણે છે. તમે જ્યાં હજુ બે એક પથ્થર ચડ્યા ત્યાતો એ હનુમાનજીનાં દૂતની જેમ ટોચ પર પહોંચી ગયા. વળતા વિવિધ વૃક્ષોના પાંદડાઓ અને પક્ષીઓના પીંછા ભેગા કરી લાવ્યા અને શાળામાં તેનું પ્રદર્શન યોજ્યું.