બાળમૈત્રી : નુતન પુસ્તક વર્ષ ૨૦૧૮-૧૯
વર્ષ ૨૦૧૮ ની વ્યસ્તતાની વચ્ચે પણ માથાસુલીયા પ્રાથમિક શાળાના બાળકોની સર્જનાત્મકતાને પાંગરવા માટે મોકળું મેદાન અવશ્ય મળી રહ્યું. જેના ફળ સ્વરૂપ આ વર્ષે પણ તેમનાં મન વિશ્વ માં અનુભવાયેલ પરિબળોને તેઓ વાર્તા અને કવિતા સ્વરૂપે રજુ કરી શક્યા. 'બાળમૈત્રી' એ અમારું નવું નજરાણું નહિ પરંતુ અમારી પરમ્પરાની શ્રેણીનો એક નુતન મણકો છે. જેમાં આપ ને મળશે બાળકોની રંગીન દુનિયાની ઝાંખી, તેમના સાવ સરળ અને અનુભવહીન તેમ છતાં યાદગાર પ્રયત્નોની નોધ, તેમની ઉર્મીઓને પાંગરતી વેલ. આ પુસ્તકમાં રહેલી કવિતાઓ અને વાર્તાઓ કોઈ લેખકની બરાબરી ક્યારેય નહિ કરી શકે પરંતુ હજારો લેખકોની બધી વાર્તાઓ અને કવિતાઓ કરતા આ નિર્દોષ શબ્દો અમારા બાળકોને મન સર્વોત્તમ અને જીવનભરનું સંભારણું છે તેમાં કોઈ બે મત નથી. આ પુસ્તક સમાજને અર્પણ કરતા આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.