Posts

Showing posts from January 30, 2020

કન્યા સ્વરક્ષણ તાલીમ....

Image
૨૯ જાન્યુઆરી ૨૦૨૦ આજના સમયમાં અનિચ્છનીય ઘટનાઓ જ્યાં વધી રહી છે ત્યારે કન્યાઓ સ્વ રક્ષણ કરતા શીખે તે ખુબ મહત્વનું હોય છે. કન્યાઓ કરાટે શીખીને સ્વ રક્ષણ કરી શક એતે હેતુથી રાજ્યસરકાર સતત પ્રયત્નશીલ છે અને તે માટે કન્યાઓને કરાટે તાલીમ આપવામાં આવે છે.

તાપણું અને પ્રાર્થના....

Image
૨૮ જાન્યુઆરી ૨૦૨૦ ૨૦૨૦ નો જાન્યુઆરી મહિનો એટલે ઠંડા પવનો અને ગાત્રો થીજાવી નાખે તેવી ઠંડી. આવી ઠંડીના ચમકારામાં સવારે ૭ વાગે શાળાએ પહોંચી જવાનું જ્યાં શિક્ષકોને કાઠું પડે ત્યાં બાળકોને તો શું કહેવું? પરંતુ બધા બાળકો ( ગોદડામાં લપાઈને સુઈ રહેનાર સિવાયના ) સવારે ૭ વાગ્યા પહેલા શાળામાં હાજર હોય અને પ્રવૃત્તિમય હોય તે પ્રેરણાત્મક કહેવાય. પરંતુ જ્યારે ઠંડીનો ચમકારો વધે ત્યારે અમે આવા તાપણાના સહારે બેસીને પ્રાર્થનાઓ કરતા.

ઉત્તરાયણ......

Image
૧૫ જાન્યુઆરી ૨૦૨૦ કોઈ પતંગ આકાશમાં ઉડે તેની સાથે સાથે અગનીઇત પતંગો દરેકના મનમંદિરમાં પણ ઉડે છે. આ પતંગો લાગણીના હોય છે. માથાસુલીયા પ્રાથમિક શાળામાં આજે પતંગોત્સવની મજા આવી. બાળકોએ બુમો પાડતા પાડતા પતંગો ચગાવ્યા....તો ભરત જેવા લુંટવાની મજા માણતા પકડાયા. તો બીજી બાજુ છોકરીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠી. પતંગોત્સવની મજા ઘરથી પણ વધુ શાળામાં બાળકોની સાથે આવે.

School Twining......

Image
6/7 જાન્યુઆરી 2020 ભારતીય સંસ્કૃતિ હંમેશા એકબીજાના જીવનમાં સહસ્તીત્વની ભાવના કેળવતી આવી છે. સમ્ગચ્છધ્વં અને સહનાવવતુની ભાવનાને હૃદયમાં અંકિત કરીને દરેક ભારતીય જીવનની કેડીએ કદમ માંડે છે. પરંતુ મોબાઈલ અને ઈન્ટરનેટ નાં જમાનામાં દરેક પોતાના અંગત જીવનમાંથી બહાર આવવા જ તૈયાર નથી ત્યારે શિક્ષણ સમાજની એ ફરજ બને છે કે તે બાળકોને બીજાની સાથે સહઅસ્તિત્વની ભાવના કેળવે. તેથી અમારી માથાસુલીયા શાળાના બાળકો જવાનપુરા શાળા માં મહેમાન બન્યા અને બીજા દિવસે યજમાન પણ બન્યા. બાળકોનું આ મિલન મોજ અને જ્ઞાન સુધી જ સીમિત ન રહેતા, સંસ્કૃતિનું આદાનપ્રદાન બન્યું હતું.