બાળદર્પણ - વર્ષ ૨૦૨૧-૨૨
શાળા એ બાળકોને અનુભવો પૂરી પાડતી એક આગવી પ્રયોગશાળા છે. અહીંયા આપણું બાળક દરેક પ્રકારના નુભાવો મેળવતા મેળવતા વિકસે છે અને શાળા તેના વિકાસ માટેની દરેક પ્રવૃત્તિઓને પુરતો અવકાશ આપે છે. આ બાળકો માટે જ માથાસુલિયા પ્રા. શાળા દ્વારા વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે વાર્તા અને કવિતાનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે. બાળકો દ્વારા લિખિત આ વાર્તાઓ અને કવિતાઓ ભલે કાળી-ઘેલી ભાષામાં હોય પરંતુ તેની ભાવના અને વિચારોને પ્રગટવા માટે આ પુસ્તક એક આંગણું પૂરું પાડે છે. આ બાળકોની લેખન શૈલી કે તેમની કૃતિઓ ભલે કોઈ ખાસ સાહિત્યિક અસર ન ધરાવતી હોય પરંતુ તે કૃતિઓ કોઈ પુસ્તકમાં પ્રકાશિત થવી એ તેમના જીવન ઉપર ખાસ અસર ધરાવે છે. પોતાના પાઠ્યપુસ્તકમાં કવિઓ અને લેખકો વિષે ભણતા બાળકો જ્યારે લેખકના મનોજગતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે એ જ તેમના માટે સૌથી મોટો અને મહત્વનો અનુભવ કહી શકાય. આ બાળક ભલે સાવ ટૂંકી કે અણઘડ કૃતિ રજુ કરે, પરંતુ તેના દ્વારા સર્જાયેલી દરેક કલ્પના અને તેની મૌલિકતા તે બાળકોના સર્જન માટેનું પહેલું પગથીયું છે. માથાસુલીયા પ્રા. શાળાના ધોરણ ૮ ના બાળકો દ્વારા લિખિત આ કવિતાઓ અને વાર્તાઓના પુસ્તકને વિશાળ દરિયામાં અમૃતબિ