Posts

શિક્ષક દિન - 2025

Image
તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ આજ રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ. હતી. જેમાં શાળાના બાળકો પોતે શિક્ષક બન્યા હતા અને તેઓએ પોતે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કર્યું હતું. આ દિવસે શાળાના આચાર્યની જવાબદારી જાનવીબેન સંજયસિંહ ઝાલા અને ઉપાચાર્ય તરીકે રાજવીરસિંહ વિનોદસિંહ પરમારે જવાબદારી નિભાવી હતી. સમગ્ર દિવસના અંતે શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માન પણ આપવામાં આવ્યા હતા. જેમાં નીચેના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન થયા હતા. ૧. દિપીકાબેન ગણપતસિંહ પરમાર , ધોરણ ૮ 2. પ્રિયંકાબેન જાડેજા, ધોરણ ૭ 3. દીપકસિંહ પરમાર, ધોરણ ૬ 4. વિરલસિંહ પરમાર, ધોરણ ૫ 5. જીનલબેન પરમાર, ધોરણ ૫ આ સિવાય બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.

શાળા આરોગ્ય ચકાસણી - ૨૦૨૫

Image
 

ચૂંટાયેલા બાળપ્રતિનિધિઓની બાળસંસદ - પ્રથમ બેઠક

Image
તા. ૦૨/૦૩/૨૫ ને શનિવારના રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળા ખાતે ચૂંટાયેલા બાળપ્રતિનિધિઓની બાળસંસદની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકો અને બાળકોએ શાળાના વિકાસ કાર્યનું આયોજન કર્યું હતું. 

"સંવાદ" - શ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર

Image
 તા. ૦૨/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળાના ધોરણ ૮ ના બાળકોએ ગામના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં તેઓએ પ્રગતિ અને વિકાસની વાતો કરીને પ્રેરણા આપી હતી. સાથે જ બાળકોએ પણ સામે પ્રશ્નો પૂછીને કારક્રમને વધુ રોચક બનાવ્યો હતો  

'સંવાદ' - શ્રી અશોકસિંહ પરમાર

Image
 તા. ૨૬ જુલાઈ ૨૦૨૫ ના રોજ ધોરણ ૮ ના બાળકો માટે 'સંવાદ' કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વિશિષ્ટ વ્યક્તિઓને શાળામાં આમંત્રણ આપીને બાળકો સાથે સંવાદ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ મહેમાન તરીકે આપણા જ ગામના શ્રી અશોકસિંહ પરમાર ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓએ પોતાના કાર્યક્ષેત્રને લગતી સુંદર માહિતી રજૂ કરી હતી. આ ઉપરાંત બાળકોએ પણ તેઓને અવનવા પ્રશ્નો પૂછીને પોતાની જીજ્ઞાસા સંતોષી હતી.

G.S. , L.R. તથા મોનીટરની ચૂંટણી

Image
 તા.26 જુલાઈ 2025 ના રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે G.S. , L.R. તથા મોનીટરની ચૂંટણી યોજાઈ હતી. જેમાં શાળાના બાળકોએ અલગ અલગ જવાબદારીઓ માટે ઉમેદવારી કરેલ હતી. બાળકોએ ઉત્સાહપૂર્વક મતદાન પણ કર્યું હતું. મતગણતરીના અંતે G.S. તરીકે ધોરણ 8 ના કૌશિકસિંહ પરમાર અને L.R. તરીકે ધોરણ 8 ના જાનવીબેન ઝાલાનો વિજય થયો હતો. શાળા પરિવાર તરફથી વિજેતા તમામ ઉમેદવારોને અભિનંદન 

આનંદદાયી અને કૌશલ્ય વર્ધક બાળમેળા - 2025

Image
 તા. ૯ જુલાઈના રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે આનંદદાયી અને કૌશલ્ય વર્ધક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધવિધ આનંદદાયી પ્રવૃતિઓ દ્વારા બાળકોએ તેની મજા માણી હતી.