Posts

જન્માષ્ટમી ઉજવણી

Image
 તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૩  શુક્રવાર  આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે ધોરણ ૬ થી ૮ નાં બાળકો દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ ૬ થી ૮ માં વર્ગખંડ કક્ષાએ વકતૃત્વ સ્પર્ધા અને કાર્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. બાળકોએ શ્રી કૃષ્ણના જીવન સતાહે સંકળાયેલી વિવિધ બાબતો પોતાની સ્પીચમાં રજુ કરી હતી અને આ માટે તેમણે વાંચવું પણ પડેલું. આ સાથે જ બાળકોએ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી તેમની ઉર્મીઓને સર્જનાત્મકતા દ્વારા કાર્ડ ઉપર ઉતારી  હતી.  ધોરણ ૮ : વકૃત્વ સ્પર્ધા વિજેતા : ૧) પ્રથમ ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ  ૨) દ્વિતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ  ૩) તૃતીય ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ  ૩) તૃતીય ક્રમાંક : પરમાર ધર્મેન્દ્ર સુરેન્દ્રસિંહ  કાર્ડ સ્પર્ધા : ૧) પ્રથમ ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ  ૨) દ્વિતીય ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ  ૩) તૃતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ  વિજેતા બાળકોને શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. 

સ્વયં શિક્ષક દિન - ૨૦૨૩

Image
 તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૩  મંગળવાર  આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. દરેક વર્ગમાં કુલ ૬ તાસનું આયોજન કરવામાં આવ્યું  હતું. બાળકોએ વર્ગમાં પહોંચીને પધ્ધતિસર તાસ લીધા હતા. આજ રોજ આચાર્ય તરીકે પારકર માનસીબેન ડાહ્યાભાઈ, ઉપાચાર્ય તરીકે પરમાર વિનયની પસંદગી થઇ હતી. અમારા ખુબ વ્હાલા રાજુ, યુવરાજ, પરેશ અને રોહિતે સેવક તરીકે ભૂમિકા ભજવી હતી. શિક્ષકોનું મૂલ્યાંકન પણ નિયુક્ત આચાર્ય અને ઉપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ૫૦ ગુણના મૂલ્યાંકન પત્રકમાં શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું. અને અંતે ત્રણ પત્રકોની એકન્દરી કરીને શિક્ષકોને ઇનામ અપાયા હતા.  શ્રેષ્ઠ શિક્ષક ઇનામ : પ્રથમ :  આર્યન જીતેન્દ્રસિંહ પરમાર અને  વિશ્વરાજ વિજયસિંહ પરમાર દ્વિતીય : ખુશી પ્રવીણસિંહ પરમાર અને બીજલ જીતેન્દ્રભાઈ પરમાર  તૃતીય : રુહિકા પરમાર અને મમતા વિજયસિંહ પરમાર  આ સાથે આચાર્ય તરીકે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનસી ડાહ્યાભાઈ પારકરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.  આ સાથે સેવક તરીકે સ્વૈચ્છિક ફરજ બજાવનાર ચારેય મિત્રોને

રક્ષાબંધન કાર્ડ

Image
 રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ધોરણ ૬ થી ૮ નાં બાળકોએ વિવિધ કાર્ડ તૈયાર કર્યા હતા. આ કાર્દ્સ્માં તેઓએ ભાઈ-બહેનના પ્રેમની વાતને ખુબ કલાત્મક રીતે રજુ કરી હતી. 

બાળમેળો - ૨૦૨૩

Image
 તા. ૨૩ ઓગષ્ટ ૨૦૨૩  આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે બાળમેળો યોજાયો હતો. આ બાળમેળાનું આયોજન શાળાના શિક્ષિકા બેન શ્રી ગાયત્રીબેન પટેલના માર્ગદર્શનમાં બાળકોએ પોતે કર્યું હતું. બાળમેળામાં બાળકોએ વિવિધ સ્ટોલની રચના કરતી હતી અને પોતાની ટીમ બનાવી હતી. આ બાળમેળામાં 'કર લે મસ્તી.', 'નસીબ આજ્માકે', 'દેખ લે આપના ભવિષ્ય', 'આ કે ખેલ તો જરા', 'ટાયર પંચર', 'મહેંદી', 'પાણીપુરી', 'ભેળ', અને 'ચાણાચાટ' ના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. બાળકોએ સુંદર મજાના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ સાથે જ પોતાના નસીબને અજમાવવા માટે પણ પડાપડી કરી હતી. સૌથી વધુ ધસારો પાણીપુરી માટે રહ્યો હતો. બાળકોએ ખુબ આનંદ સાથે આ બાલમેળાની ઉજાણી કરી હતી. 

જન્મ દિવસની ઉજવણી

Image
 તા. ૧૫ ઓગષ્ટ ૨૦૨૩  આજ રોજ શાળાના શિક્ષક શ્રી અમીશભાઈ પટેલનો જન્મ દિવસ હોવાથી બાળકોએ આનંદથી તેને ઉજવ્યો હતો. સાથે કેક પણ કાપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટાફ મિત્રોએ શ્રી અમીશભાઈ પટેલને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. 

૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Image
 તા. ૧૫ ઓગષ્ટ ૨૦૨૩  મંગળવાર  આજ રોજ માથાસુલીયા પ્રા. શાળા ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને શાળાની પ્રવૃત્તિઓનો અહેવાલ રજુ કર્યો હતો. સાથે જ અગામી સમયમાં શાળાને આગળ વિકસાવવાનો રોડમેપ રજુ કર્યો હતો. 

કલા ઉત્સવ - ૨૦૨૩

Image
તા. ૨૮ જુલાઈ ૨૦૨૩   આજ રોજ માથાસુલિયા પ્રાથમિક શાળાના બાળકોએ કલા ઉત્સવ - ૨૦૨૩ માં જૂથ કક્ષાએ ભાગ લીધેલ હતો. જેમાં રાયગઢ જૂથની અન્ય શાળાના બાળકો સાથે વાર્તા કથન, વાર્તા લેખન, કાવ્ય લેખન, ચિત્ર સ્પર્ધા, ગીત સ્પર્ધા અને વાદન સ્પર્ધા યોજાઈ હતી. જે અંતર્ગત શાળાના કુલ ૬ બાળકોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધાઓમાં શાળાના નીકુલસિંહ મહેશસિંહ પરમાર, ધોરણ - ૭ વાદ્ય (ઢોલ વાદન)માં પ્રથમ ક્રમે વિજેતા થઈને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત શાળાની પરમાર ત્વિષાબેન જીતેન્દ્રભાઈ અને પરમાર ગાયત્રીબેન પ્રહલાદસિંહ દ્વારા અનુક્રમે વાર્તા લેખન અને કાવ્ય લેખનમાં દ્વિતીય ક્રમે વિજેતા થઈને શાળાનું ગૌરવ વધાર્યું છે. વિજેતા તથા ભાગ લેનાર તમામ બાળકોને શાળા વતીથી અભિનંદન.