સ્વયં શિક્ષક દિન - ૨૦૨૩

 તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ 

મંગળવાર 


આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. દરેક વર્ગમાં કુલ ૬ તાસનું આયોજન કરવામાં આવ્યું  હતું. બાળકોએ વર્ગમાં પહોંચીને પધ્ધતિસર તાસ લીધા હતા. આજ રોજ આચાર્ય તરીકે પારકર માનસીબેન ડાહ્યાભાઈ, ઉપાચાર્ય તરીકે પરમાર વિનયની પસંદગી થઇ હતી. અમારા ખુબ વ્હાલા રાજુ, યુવરાજ, પરેશ અને રોહિતે સેવક તરીકે ભૂમિકા ભજવી હતી. શિક્ષકોનું મૂલ્યાંકન પણ નિયુક્ત આચાર્ય અને ઉપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ૫૦ ગુણના મૂલ્યાંકન પત્રકમાં શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું. અને અંતે ત્રણ પત્રકોની એકન્દરી કરીને શિક્ષકોને ઇનામ અપાયા હતા. 

શ્રેષ્ઠ શિક્ષક ઇનામ :

પ્રથમ :  આર્યન જીતેન્દ્રસિંહ પરમાર અને  વિશ્વરાજ વિજયસિંહ પરમાર

દ્વિતીય : ખુશી પ્રવીણસિંહ પરમાર અને બીજલ જીતેન્દ્રભાઈ પરમાર 

તૃતીય : રુહિકા પરમાર અને મમતા વિજયસિંહ પરમાર 


આ સાથે આચાર્ય તરીકે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનસી ડાહ્યાભાઈ પારકરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

આ સાથે સેવક તરીકે સ્વૈચ્છિક ફરજ બજાવનાર ચારેય મિત્રોને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા. 

આ પ્રસંગે બાળકો માટે દાબેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી અમીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 







Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય