તા. ૫/૭/૨૦૧૯ બાળક.........એટલે મેળાનું પક્ષી.........ગીતોનું ગુચ્છ......રંગોની રંગોળી.....ઉલ્લાસનો ઉત્સવ..... ચાતકની જેમ મેળાની આતુરતાથી રાહ જોતા બાળકો માટે શાળામાં યોજાયેલ બાળમેળો ખુશીનો ઉત્સવ લઈને આવ્યો હોય તેવું લાગ્યું. ચહેરા પરના હાસ્ય અને અંતરની અધીરાઈ મેળાની ચાહનાની ચાડી ખાતા હતા. ભલે રંગોળીના રંગો ભોયતળીયે લાગ્યા હોય....સાચા રંગ તો તેમના મનમાં ઘૂંટાતા હતા.....ચારેય તરફ્ મચેલો શોરબકોર બાળકોના આનંદની હેલી ઉડાડતો હતો. તેમની કિલકારીઓ શાળાએ પહોંચેલી વસંતના વધામણા ખાતી હતી. જ્યાં નજર માંડો ત્યાં બાળકો પ્રવૃત્તિ સફર જોવા મળ્યા.......ગીત ગાતા, ઠુમકા મારતા, દોડતા, મથામણ કરતા, રંગો ની ભાત કરતા, રંગો પુરતા, એક બીજાની ખીલ્લી ઉડાવતા, જોક્સની રંગત જમાવતા અને બીજુય ઘણુબધું. આવું ભાવાવરણ આપણા જીવન માટે પ્રાણવાયુ બની રહે છે. તેમની આ છબીઓ હંમેશા માટે અંતરમાં વસી ગઈ છે તો કેટલીકકેમરામાં કેદ થયેલી છે. કેમેરામાં કેદ થયેલી એમની ખાસ છબીઓ આપના માટે અહી તરતી મુકતા આનંદ અનુભવીએ છીએ............
Comments
Post a Comment