તાપણું અને પ્રાર્થના....

૨૮ જાન્યુઆરી ૨૦૨૦

૨૦૨૦ નો જાન્યુઆરી મહિનો એટલે ઠંડા પવનો અને ગાત્રો થીજાવી નાખે તેવી ઠંડી. આવી ઠંડીના ચમકારામાં સવારે ૭ વાગે શાળાએ પહોંચી જવાનું જ્યાં શિક્ષકોને કાઠું પડે ત્યાં બાળકોને તો શું કહેવું? પરંતુ બધા બાળકો ( ગોદડામાં લપાઈને સુઈ રહેનાર સિવાયના ) સવારે ૭ વાગ્યા પહેલા શાળામાં હાજર હોય અને પ્રવૃત્તિમય હોય તે પ્રેરણાત્મક કહેવાય. પરંતુ જ્યારે ઠંડીનો ચમકારો વધે ત્યારે અમે આવા તાપણાના સહારે બેસીને પ્રાર્થનાઓ કરતા.


Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય