તા. ૫/૭/૨૦૧૯ બાળક.........એટલે મેળાનું પક્ષી.........ગીતોનું ગુચ્છ......રંગોની રંગોળી.....ઉલ્લાસનો ઉત્સવ..... ચાતકની જેમ મેળાની આતુરતાથી રાહ જોતા બાળકો માટે શાળામાં યોજાયેલ બાળમેળો ખુશીનો ઉત્સવ લઈને આવ્યો હોય તેવું લાગ્યું. ચહેરા પરના હાસ્ય અને અંતરની અધીરાઈ મેળાની ચાહનાની ચાડી ખાતા હતા. ભલે રંગોળીના રંગો ભોયતળીયે લાગ્યા હોય....સાચા રંગ તો તેમના મનમાં ઘૂંટાતા હતા.....ચારેય તરફ્ મચેલો શોરબકોર બાળકોના આનંદની હેલી ઉડાડતો હતો. તેમની કિલકારીઓ શાળાએ પહોંચેલી વસંતના વધામણા ખાતી હતી. જ્યાં નજર માંડો ત્યાં બાળકો પ્રવૃત્તિ સફર જોવા મળ્યા.......ગીત ગાતા, ઠુમકા મારતા, દોડતા, મથામણ કરતા, રંગો ની ભાત કરતા, રંગો પુરતા, એક બીજાની ખીલ્લી ઉડાવતા, જોક્સની રંગત જમાવતા અને બીજુય ઘણુબધું. આવું ભાવાવરણ આપણા જીવન માટે પ્રાણવાયુ બની રહે છે. તેમની આ છબીઓ હંમેશા માટે અંતરમાં વસી ગઈ છે તો કેટલીકકેમરામાં કેદ થયેલી છે. કેમેરામાં કેદ થયેલી એમની ખાસ છબીઓ આપના માટે અહી તરતી મુકતા આનંદ અનુભવીએ છીએ............
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ શુક્રવાર આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે ધોરણ ૬ થી ૮ નાં બાળકો દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ ૬ થી ૮ માં વર્ગખંડ કક્ષાએ વકતૃત્વ સ્પર્ધા અને કાર્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. બાળકોએ શ્રી કૃષ્ણના જીવન સતાહે સંકળાયેલી વિવિધ બાબતો પોતાની સ્પીચમાં રજુ કરી હતી અને આ માટે તેમણે વાંચવું પણ પડેલું. આ સાથે જ બાળકોએ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી તેમની ઉર્મીઓને સર્જનાત્મકતા દ્વારા કાર્ડ ઉપર ઉતારી હતી. ધોરણ ૮ : વકૃત્વ સ્પર્ધા વિજેતા : ૧) પ્રથમ ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ ૨) દ્વિતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ ૩) તૃતીય ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ ૩) તૃતીય ક્રમાંક : પરમાર ધર્મેન્દ્ર સુરેન્દ્રસિંહ કાર્ડ સ્પર્ધા : ૧) પ્રથમ ક્રમાંક : પરમાર મનિષા વિક્રમસિંહ ૨) દ્વિતીય ક્રમાંક : પરમાર ત્વિષા જીતેન્દ્રભાઈ ૩) તૃતીય ક્રમાંક : પારકર માનસી ડાહ્યાભાઈ વિજેતા બાળકોને શાળાના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.
તા. ૨/૦૫/૧૯ આજ રોજ માથાસુલીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8 નાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીઓએ ભાગ લઈને સુંદર અભિનય રજુ કર્યા હતા. તેમાં નીચે મુજબના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે. ભાઈઓ - પરમાર હર્ષદસિંહ જગતસિંહ બહેનો - પરમાર હિરલબેન અરવિંદસિંહ
Comments
Post a Comment