શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩-૨૪

 તા. ૧૩ જૂન ૨૦૨૩ 

મંગળવાર 

    આજ રોજ માથાસુલીયા પ્રા. શાળા અને જવાનગઢ પ્નોરા. શાળાનો વર્ષ ૨૦૨૩ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. તેમાં મુખ્ય મહેમાન પદે આદરણીય શ્રી મનોજ કુમાર દાસ (IAS) દાસ સાહેબ, મુખ્ય સચિવ, બંદર અને વાહનવ્યવહાર, પંચાયત ઉપસ્થિત રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તે ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમના સ્થાને આદરણીય શ્રી ટી.બી. ઠક્કર સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે શ્રી પિયુષસિંહ સિસોદિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, હિંમતનગર ઉપસ્થિત રહેલા. આ સાથે જ તાલુકા સદસ્ય શ્રી ગોપાલસિંહ ઝાલા, સરપંચશ્રી જગતસિંહ ભાથીસિંહ પરમાર, પૂર્વ તાલુકા સદસ્ય શ્રી નાથુસિંહ પરમાર, ચેરમેન દૂધ મંડળી શ્રી ચિમનસિંહ પરમાર, સેક્રેટરી દૂધ મંડળી શ્રી ગોબરસિંહ પરમાર, SMC સભ્યો, વાલી મિત્રો, ગ્રામજનો, પૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલા. શાળાના આચાર્ય શ્રી રાકેશ પટેલે સ્વાગત પ્રવચન કરેલું. 


























મહેમાનોએ બાળકોને આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપ્યો હતો. આ સાથે જ ગત વર્ષના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કર્યું હતું. આ સાથે જ શાળાના બાળકો દ્વારા લિખિત પુસ્તક 'બાળસંસ્કાર' અને ધોરણ ૮ ના અંગ્રેજી ગ્રામરના પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળાના સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ પણ કર્યું હતું. સ્માર્ટ ક્લાસની તકનીકી વિશેષતાઓને જાણી હતી. ત્યાર બાદ વૃક્ષારોપણ કરીને SMC સાથે મીટીંગ કરી હતી. આ કાર્યક્રમની આભારવિધિ જવાનગઢ પ્રા. શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ સુથારે કરી હતી. 



Comments

Popular posts from this blog

બાળમેળો અને જીવન કૌશલ્ય મેળો

જન્માષ્ટમી ઉજવણી

એકપાત્રીય અભિનય