તા. ૫/૭/૨૦૧૯ બાળક.........એટલે મેળાનું પક્ષી.........ગીતોનું ગુચ્છ......રંગોની રંગોળી.....ઉલ્લાસનો ઉત્સવ..... ચાતકની જેમ મેળાની આતુરતાથી રાહ જોતા બાળકો માટે શાળામાં યોજાયેલ બાળમેળો ખુશીનો ઉત્સવ લઈને આવ્યો હોય તેવું લાગ્યું. ચહેરા પરના હાસ્ય અને અંતરની અધીરાઈ મેળાની ચાહનાની ચાડી ખાતા હતા. ભલે રંગોળીના રંગો ભોયતળીયે લાગ્યા હોય....સાચા રંગ તો તેમના મનમાં ઘૂંટાતા હતા.....ચારેય તરફ્ મચેલો શોરબકોર બાળકોના આનંદની હેલી ઉડાડતો હતો. તેમની કિલકારીઓ શાળાએ પહોંચેલી વસંતના વધામણા ખાતી હતી. જ્યાં નજર માંડો ત્યાં બાળકો પ્રવૃત્તિ સફર જોવા મળ્યા.......ગીત ગાતા, ઠુમકા મારતા, દોડતા, મથામણ કરતા, રંગો ની ભાત કરતા, રંગો પુરતા, એક બીજાની ખીલ્લી ઉડાવતા, જોક્સની રંગત જમાવતા અને બીજુય ઘણુબધું. આવું ભાવાવરણ આપણા જીવન માટે પ્રાણવાયુ બની રહે છે. તેમની આ છબીઓ હંમેશા માટે અંતરમાં વસી ગઈ છે તો કેટલીકકેમરામાં કેદ થયેલી છે. કેમેરામાં કેદ થયેલી એમની ખાસ છબીઓ આપના માટે અહી તરતી મુકતા આનંદ અનુભવીએ છીએ............ ...
તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ મંગળવાર આજ રોજ માથાસુલિયા પ્રા. શાળા ખાતે સ્વયંશિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. દરેક વર્ગમાં કુલ ૬ તાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ વર્ગમાં પહોંચીને પધ્ધતિસર તાસ લીધા હતા. આજ રોજ આચાર્ય તરીકે પારકર માનસીબેન ડાહ્યાભાઈ, ઉપાચાર્ય તરીકે પરમાર વિનયની પસંદગી થઇ હતી. અમારા ખુબ વ્હાલા રાજુ, યુવરાજ, પરેશ અને રોહિતે સેવક તરીકે ભૂમિકા ભજવી હતી. શિક્ષકોનું મૂલ્યાંકન પણ નિયુક્ત આચાર્ય અને ઉપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ૫૦ ગુણના મૂલ્યાંકન પત્રકમાં શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું. અને અંતે ત્રણ પત્રકોની એકન્દરી કરીને શિક્ષકોને ઇનામ અપાયા હતા. શ્રેષ્ઠ શિક્ષક ઇનામ : પ્રથમ : આર્યન જીતેન્દ્રસિંહ પરમાર અને વિશ્વરાજ વિજયસિંહ પરમાર દ્વિતીય : ખુશી પ્રવીણસિંહ પરમાર અને બીજલ જીતેન્દ્રભાઈ પરમાર તૃતીય : રુહિકા પરમાર અને મમતા વિજયસિંહ પરમાર આ સાથે આચાર્ય તરીકે શ્રેષ્ઠ કાર્ય કરનાર માનસી ડાહ્યાભાઈ પારકરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથ...
તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ આજ રોજ શ્રી માથાસુલિયા પ્રા. શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ. હતી. જેમાં શાળાના બાળકો પોતે શિક્ષક બન્યા હતા અને તેઓએ પોતે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કર્યું હતું. આ દિવસે શાળાના આચાર્યની જવાબદારી જાનવીબેન સંજયસિંહ ઝાલા અને ઉપાચાર્ય તરીકે રાજવીરસિંહ વિનોદસિંહ પરમારે જવાબદારી નિભાવી હતી. સમગ્ર દિવસના અંતે શ્રેષ્ઠ કાર્ય બદલ સન્માન પણ આપવામાં આવ્યા હતા. જેમાં નીચેના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન થયા હતા. ૧. દિપીકાબેન ગણપતસિંહ પરમાર , ધોરણ ૮ 2. પ્રિયંકાબેન જાડેજા, ધોરણ ૭ 3. દીપકસિંહ પરમાર, ધોરણ ૬ 4. વિરલસિંહ પરમાર, ધોરણ ૫ 5. જીનલબેન પરમાર, ધોરણ ૫ આ સિવાય બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
Comments
Post a Comment